જીંદગી એટલી ટૂંકી કે સો વરસ માં મપાય જાય;
જીવન એવું જીવો કે પ્રકાશવર્ષ ઓછા પડી જાય,
સુખ એટલું ગમે કે વરસો ઓછા પડી જાય;
દુ:ખ એટલું અણગમતું કે દિવસ વરસ થઈ જાય,
સંતોષ એટલો સસ્તો કે સો રૂપિયા માં મળી જાય,
લોભ એટલો મોંઘો કે ખજાના ઓછા પડી જાય;
શાંતિ એટલી સરળ કે ઝૂંપડા મા પણ મળી જાય,
અશાંતિ માં મહેલો પણ ઝાંખા પડી જાય;
જીવન મોંઘી મૂડી છે ; જીવો એવું કે ઈશ્વર ને
પણ તમારા પર ગર્વ થાય......
- એન. આર. કે.