" પ્યારથી "
( ગઝલ )
ગાંડો ઘણો લાગે જુઓ પ્યારથી.
છૂટો પડ્યો ના એ કદી યારથી.
જોતો રહે રોજે છબી આયને;
છે દિલ હૃદય ખુશ એનું સંસારથી.
ટોચે ગયો એની ઘણી છે ખુશી;
પગભર થયો એના જ આધારથી.
કે યાર આપે સાથ એ કારણે;
બીતો નથી એ કોઇ પડકારથી.
Bન્દાસ થઇને તોય ફરતો રહે;
છાપે ચડી છે વાત ચકચારથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રઝજ = ગાગાલગા × ૦૨ + ગાલગા