હે માનવ ,આખરે ક્યાં સુધી !!????
માનવતા ના હિમશિખર પર છવાય અમાનવતાની કાલી
ખરી પડ્યા પર્ણ સહુ સુકાઈ ગઈ ડાળી ડાળી
નદી સરોવર ગંદકી એ ભર્યા
હવામાં તો પ્રદૂષણ જોને કેવા ઝળહળ્યા!
જમીનમાં કણ કણમાં રસાયણો છે વાવ્યા.
રોગ માનવ ના અંગે અંગે જોને ભાળ્યા.
પ્રભુને તો સૌ કોઈ એ મંદિર મસ્જિદે પુર્યા
પૈસા ના પરમેશ્વરને સૌ કોઈએ દિલમાં છે દોર્યા
સંબંધો બધા જ સ્વાથૅથી સર્જેલા
જરૂર પડ્યે જ સહુ સાદ કરનારા.
હે માનવ આખરે ક્યાં સુધી!???