ફેક મોટિવેશન અને સ્વતંત્રતામાં ઉછરેલા માણસોના ઘરનું દૃશ્ય. ડાઇનિંગ ટેબલ ઉપર બધું ગોઠવીને મમ્મીએ બાળકના સ્પેશિયલ રૂમ પાસે જઈને બારણું ખખડાવ્યું. થોડીવારે બાળક નીચે જમવા આવ્યું.
બાળક : મોમ! વોટ ધ હેલ! આજે એક જ શાક કેમ બનાવ્યું?
મમ્મી : બેટા, મારે મોડું થઈ ગયું હતું. ખાઈ લે મારો લાલો.
બાળક : બટ મોમ, યુ નો મને બટરમિલ્ક વગર ન ભાવે! વોટ ઈઝ ધીસ!
મોમ : બેટા, સોરી પણ આજનો દિવસ ચલાવી લે, છાસથી.
વિધાઉટ મોટિવેશન એક ઘરનું દૃશ્ય
શેરીમાં રમતા દીકરાને મમ્મીએ કીધું, "બેટા, બહુ રમી લીધું. ચાલ હવે ખાઈ લે."
દીકરો ઘરમાં આવ્યો. હાથ ધોયા. જાતે થાળી લીધી. તપેલાંમાં જોયું. આજે શાક નથી. વિચાર્યું આજે શાક નહીં મળ્યું હોય. નાનકડી વાટકી પર ઢાંકેલ બીજી વાટકી હટાવી. અંદરથી લસણની ચટણી લીધી. રોટલો લીધો. દહીં માટે તપેલીમાં જોયું. પણ એમાં છાસ હતી. વિચાર્યું આજે દહીં ઓછું હશે જે બધાને પૂરું ન પડે એટલે મમ્મીએ ભાંગીને છાસ બનાવી હશે. એક પણ પ્રશ્ન વગર જમવા લાગ્યો.
*સમજાય એમને વંદન*