અમદાવાદ શહેરના વહાલા સંવેદનશીલ 🚗કાર ધારક/ચાલક મિત્રોને આહવાન...
આપ સૌ જાણો છો તેમ, આજે આપણા અમદાવાદમા ઇસ્કોન બ્રિજ પર થયેલ “ના ભૂતો ના ભવિષ્યતિ” અતિશય ગમખ્વાર અને દુઃખદ માર્ગ અકસ્માતમાં બે પોલીસ કર્મીઓ સહિત 9 નિર્દોષ લોકોએ પોતાના મહામૂલા જીવ ખોયા છે. આ પ્રકારના વ્યક્તિગત *બેફામ ડ્રાઇવિંગને તીવ્ર રીતે વખોડવા, હતભાગી નાગરિકોના સ્વજનોને દિલસોજી પાઠવવા અને મૃતકોને અનોખી શ્રધ્ધાંજલિ આપવા
આ શહેરના તમામ કાર-ચાલક મિત્રોને તા. 21/7/2023ના શુક્રવારના રોજ એક દિવસ માટે સફેદ SHIRT/ T-SHIRT/ TOP/ KURTI પહેરીને કાર ચલાવવા વિનંતી છે.🙏🙏 મને વિશ્વાસ છે કે આ લાગણીશીલ શહેર *મૃતકો પ્રત્યે પોતાની સંવેદના દાખવવા અને માર્ગ-સુરક્ષાના સળગતા પ્રશ્ન અંગે સજાગતા કેળવવા આટલું તો અવશ્ય કરશે જ. આવો, આપણે આપણા શહેરના માર્ગોને સલામત બનાવીએ, અને આખા શહેરની આ લાગણીનો પડઘો શ્વેત વસ્ત્રો ધારણ કરી પડઘો પાડીએ. પ્રભુ મૃતકોના આત્માને શાંતિ અર્પે!!! ૐ શાંતિ
🙏🙏🙏