પિયોનો...
પાંપણના આકારે પિયાનો
કીકી લાગે માણસનો આકાર
અદ્ભુત દૃશ્ય..
કીકીની હરફર
પાંપણને સ્પર્શતી લાગે
આમ પણ હોઠ કરતાં
આંખોની ભાષા ગમતી
ઈશારો ઈશારોમાં વાત થતી..
મનની સૂરાવલી
હૃદયની ધકધક
મળી રચાતું સંગીત...
ભીડ વચ્ચે પણ
અંગત વાત કરી લેતી
તો
હૃદયની ધડકનને તેજ કરી દેતી..
જાદુ છવાતો એક પલકારે
પિયોનો પર મનગમતી ધૂન
રચાતી ગવાતી
જન્મો જન્મ..©
કાજલ
કિરણ પિયુષ શાહ