" અંત ના માનતો "
( ગઝલ )
માનતો કેમ ના પ્રેમની વાતને.
ચાહતો હોય છે ચાંદની રાતને.
કોઇને પણ ગમે આંકડો એક એ;
બહુ બધા માનતા રાશિફળ સાતને.
તો જ આગળ વધે જિંદગીમાં સદા;
રોજ ગણકારજે ઠેશ એ લાતને.
ભૂલતો ના પહેલી નજરને કદી;
રાખજે યાદ તું એ મુલાકાતને.
કે સફળતા મળીને રહેશે તને;
અંત ના માનતો તું શરૂઆતને.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪