દરેકની દાયકાની શાંત પણ વાસ્તવિક લવસ્ટોરી...!
Tried to write something...Read it...!
#story #writing #part1
#Gujarati #LoveStory
#romancebooks
આજે ઘણા સમય પછી કંઈક અલગ જ પ્રકારનો અનુભવ થયો, જાણે એક પ્રકારની શાંતિ થઈ. જેની સાથે વાતો કરવા મારું મન મગજ ઉતાવળું રહેતું, જેની સાથે વાતો કરવાની એક પ્રકારની અલગ જ તડપ રહેતી તે આજે અચાનક જ પરંતુ સુખદ રીતે પૂર્ણ થઈ. છેલ્લાં ઘણાં વર્ષોથી એક વિચાર હંમેશા મારા મનમાં ફરતો રહેતો કે એક દિવસ શાંતિથી એને આખી વાત કહીશ અને કદાચ સારી રીતે હકારાત્મક વાત માં પરિણમશે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.
તમે એક વાત સાંભળી હશે કે तुम जिस हसीना को चाहते हो, और उसके लिए भले ही सब से भीड़ जाने के लिए तैयार हो, लेकिन उस मोतरमा के आप ही हीरो हो वह जरूरी नही।
અર્થાત તમે કોઈ ને દિલથી ભલે પ્રેમ કરતા હો પરંતુ એ પણ તમને એ જ હદે પ્રેમ કરે એ જરૂરી નથી. આટલા વર્ષોમાં જે કાંઈ પણ વાતો થઈ, પછી તે ફેસબુક કે વોટ્સએપ દ્વારા હોય કે સીધા મોબાઈલ ઉપર વાત હોય એટલુ તો લગભગ ક્લીયર હતું કે એને મારા પ્રત્યે કોઈ ખાસ લાગણી હતી જ નહીં. એ મારી સાથે એટલા માટે વાતો કરતી કે હું એક સારો વ્યક્તિ છું અને મારા જેવા માણસો એને કદાચ જીવનમાં નહીં પણ મળે. આથી એને પણ મને ગુમાવવાની ઈચ્છા નહીં હતી. એને ખબર હતી કે મારી એના પ્રત્યે શુ લાગણી છે અને એટલા માટે જ કદાચ મને ખોટું નહિ લાગે એમ વિચારી એક મિત્ર તરીકે વાતચીત શરૂ રાખવાની એની ઈચ્છા હતી.
એક અસમંજસ હતી કે એને મારા દિલની વાત કહી દેવી જોઈએ કે એની સાથેની મિત્રતા જાળવી રાખવી જોઈએ. પરંતુ આજે તમે જ્યારે આ વાંચતા હશો તો તમને કદાચ પૂરો ઇતિહાસ ખબર નહિ હોય, ચાલો આ રસપ્રદ લવ સ્ટોરીનો આનંદ માણીએ અને એક તમારા વિચાર અંતમાં અમને ઈ-મેઈલ કરવા વિનંતી…
bhairav.bhandari10@yahoo.in