" વરસાદથી "
( ગઝલ )
સાચવી રાખો બદન વરસાદથી.
જોઇને ભટકે છે મન વરસાદથી.
એકલા ના નીકળો ક્યારે તમે;
નીખરે છે બહુ વદન વરસાદથી.
આવકારો આપવા આતુર છે;
ઑર ખીલે છે ચમન વરસાદથી.
એટલા પણ પાસ ના આવો તમે;
દિલ મહીં લાગે અગન વરસાદથી.
વાવણી મેં પ્રેમની આજે કરી;
થાય છે સારા શુકન વરસાદથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા