વિખૂટા જીવની વ્યથા હરિ તારે તો સમજવી ઘટે.
વિખૂટા જીવની દશા હરિ તારે તો બદલવી ઘટે.
અંતર પરોવાયું એટલે એ સંબંધને નામ શું આપું?
સંસારની યાતના કથા હરિ તારે તો સાંભળવી ઘટે.
આધિ, વ્યાધિને ઉપાધિમાં અટવાતો જીવ આખરે,
તારા પ્રત્યેના પ્રેમની ગાથા હરિ તારે તો કાન ધરવી ઘટે.
છોડ સજાને પાપ- પુણ્યના હિસાબો પ્રેમસામ્રાજ્ય છે,
જીવશિવના મિલનની પ્રથા હરિ તારે તો પાળવી ઘટે.
પૂરા થયા લક્ષ જપ અને ભવાટપના ફેરા પણ ચોરાસી,
સ્નેહસાગરમાં તું છો ગતતથા હરિ તારે તો વિચારવી ઘટે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.