Gujarati Quote in Poem by Nimu Chauhan nihan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એટલે મિત્ર

પહેલા વરસાદ સંગ ઝાડ ફરતે અણકહ્યુ ઉગી નીકળતું ઘાસ એટલે મિત્ર.
તકલીફ હોય અપાર ના હો અન્ય કોઈ આશ ત્યારે દ્રઢ વિશ્વાસ એટલે મિત્ર.

કાયમ ના હોય સાથ ભલેને મુલાકાત થાય દિવસોને કંઈક અંતરાલ પણ,
ના ઘરે કહેવાય ના અંતરે સહેવાય એવા ખાનગીકરણનો સુવાસ એટલે મિત્ર.

લોહીના સંબંધ નહીં લાગણીના તારથી જોડાયો સુખ દુઃખનો એ સરવાળો,
અંધકારમય રાતનો આગિયા સમો એ પાથરતો ઊજળો પ્રકાશ એટલે મિત્ર.

લોભ લાલશાથી પરે નિસ્વાર્થ અલગારી મોજની થાય જેનામાં ખોજ,
એવા અનેક નાતાનો હકદાર જીવતરના સૌ રંગોનો અદકેરો લિબાશ એટલે મિત્ર.

એ ના હોય તો લાગે કંઈ ખુટતુ સઘળું હોય છલોછલ છતાં વર્તાય અધુરપ,
સાંજ જીદંગી ઈમારતનો એક અમુલ્ય અતુટ પાયાનો એ ખાસ એટલે મિત્ર.

- નિમુ ચૌહાણ સાંજ

-Nimu Chauhan Saanj

Gujarati Poem by Nimu Chauhan nihan : 111884862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now