ઝરણાને કહો સીધું જ વહે, એ શકય છે?
વાદળ ને કહો ભલે વરસે ચોમાસે
મને ઉછીનું થોડું જળ દો, એ બને?
મુસાફરી શરૂ કરતા પહેલાં જો થાક લાગે
સડકને કહો મને રોડવે એ શક્ય છે?
જાગી ઉઠું ત્યાં તો દોડવાનું ભાગતાં
સમયને કહો વહે ધીમો એ શક્ય છે?
વાણી વહે જ્યારે પ્રેમ ભરી જીભ પરે
ઢળવું ક્યાંય ઓર ક્યાં શક્ય છે!
વહેતી નદીમાં બોળી પગ
રહેવું કોરા શું શક્ય છે?,
ઉતરતા રેલે પરસેવાને લૂંછતાં
સૂરજને કહો ધીમો તપે એ શક્ય છે?
ઘૂમતી ચારે તરફ દુનિયા મારી ફેરે
એકલા અટૂલા રહેવું ક્યાં શક્ય છે!