ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના.
આપણામાં રહેલ ગુરુત્વત્વને વંદન. 🙏
જ્ઞાન પ્રાપ્તિ માટે અર્થ શાસ્ત્રોમાં ઊંડું જ્ઞાન માટે કે સ્વની ઓળખ માટે વ્યક્તિને સદગુરુના માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. ગુરુએ એને આત્મપંથના સાચા માર્ગ તરફ ઈશારો કરે છે એને કહે છે કે આ માર્ગ પ્રાપ્તિ જાઓ તો તમને સત્ય માર્ગ મળશે..ગુરુ તમને સત્ય આપતા નથી પરંતુ સત્યના માર્ગ દર્શાવે છે.
જ્ઞાન માટે ગુરુ બનાવવા પડે છે…ગુરુ વિના જ્ઞાન મળતું નથી પણ આ સંસારમાં ઢોંગી સાધુઓ વચ્ચે સાચા અર્થમાં મુક્તિ અપાવે એવા ગુરુ શોધવા લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.
જ્ઞાન મેળવવુ એ દરેક વ્યક્તિની પોતીકી આધ્યાત્મ યાત્રા છે.
આત્મા એ દરેક જીવમાં હાજર છે. તેનો સ્વભાવ સરખો હોય છે, એટલે કે, દરેક આત્માના ગુણો સમાન હોય છે. મુખ્ય ગુણો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ છે.
જ્યારે ભૌતિક સુખો જેવા કે કિર્તી, પૈસા અને સંપત્તિનો સ્વભાવ વિનાશી અને અસંતોષ કરાવનારો છે;
આત્મા શાશ્વત છે અને તેના ગુણો પણ શાશ્વત છે. ઉદાહરણ તરીકે, પૈસાથી વ્યક્તિના જીવનમાં આરામ અને સુખ આવે છે, પરંતુ તેનાથી કાયમ ટકી શકે એવું સુખ કે આનંદ નથી મળી શકતા જે આત્મામાંથી મળે છે. આ કારણથી, બધા શાસ્ત્રોના સારરૂપે, આધ્યાત્મિક કેળવણી અને આધ્યાત્મિક અભ્યાસ ફક્ત એક જ છે:
તમારા આત્માને જાગૃત કરો!
જેને જોઈ શકાતું નથી, તેને જાગૃત કેવી રીતે કરી શકાય?
આત્માને ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી, અથવા તેને શબ્દો દ્વારા સંપૂર્ણપણે વર્ણવી શકાતો નથી. તે સૂક્ષ્મ છે. તેના સાક્ષાત્કાર માટે, આપણને પ્રત્યક્ષ આત્મજ્ઞાની કે જેને આત્મ-સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે, તેની જરૂર છે. આવા ગુરુને જ્ઞાની કહેવામાં આવે છે, જેની કૃપાથી, આપણને આત્મા શું છે તે જાણવાની દ્રષ્ટિ ખૂલે છે.