" ખુદા પણ "
( ગઝલ )
હવે એમનાથી કશું નહિ વળે જો.
નર્યા આંસુઓ આંખથી બસ ઢળે જો.
હતાશા જશે ના કદી કાઢવાથી;
સમય સંગ આ જિંદગી પણ છળે જો.
નથી પેટમાં એક દાણો ગયો છે;
જરા એક દાણા થકી ટળવળે જો.
કદમ સ્હેજ મેં જ્યાં પ્રગતિના ભર્યા તો;
મને જોઇ દુનિયા ઘણી ખળભળે જો.
હૃદયથી કરી બંદગી મેં છતાં પણ;
ખુદા પણ વિરુદ્ધ જાય છે હરપળે જો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪