" રામ જેવો "
( ગઝલ )
રામ જેવો ક્યાંય ના ઇન્સાન છે.
રામ જેવા રૂપમાં શૈતાન છે.
સાંભળી સૌ વાત મારી માનજો;
હક કરીને એ બન્યો ભગવાન છે.
ચોર લૂંટીને મને મારી જશે;
એજ કારણથી ડર્યો દરવાન છે.
જિંદગી સૌ વેડફી નાખે બધા;
કોઇ માણસને જરા ના ભાન છે.
છેતરીને એ કમાણી બહુ કરે;
રોજ એની ચાલતી દુકાન છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા