Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રતિયોગિતા ક્રમાંક:* ૪૧
*નામ / ઉપનામ:*નારાણજી જાડેજા "નર"
*ગામ:* ગઢશીશા હાલ મુન્દ્રા
*વિષય:* વાવાઝોડું

*શીર્ષક:* *વિશ્વાસ*


શાંત સમુંદરમા વધ્યાં તાપ
જલ ગરમ થઈ મુકે બાફ
વાદળો સહુ એક ભેગા થયા
આકાશે જઈને રચ્યો રાસ.

ધીમે ગતિએ આગળ વધતો
ધર્મના ધામ ધામ એ ફરતો
કાંઠા વિસ્તાર બધા ખાલી કર્યા
લોકો કહે આ કેવો આપ્યો ત્રાસ.

સમાચાર વાળાને થઈ હરીફાઈ
દોરી વડે માપે હવે કેટલી દુરી રહી
માનવને તો આસરો મળી જાશે
નોંધારા પશુ ને હરિ તારી જ આશ.

દેવાવાળો આ જગતમાં તુંજ બધું
કહે નર તુંજમા રાખી બેઠાં વિશ્વાસ
ભલે ગમે તેવા હોય અમરા નિવાસ
જે આપે અમને તારા જ છે સ્વાસ.





*✍️નામ:*નારાણજી જાડેજા
*આ રચના મારી મૌલિક અને અપ્રકાશિત છે, જેની હું ખાત્રી આપું છું.*

Gujarati Poem by Naranji Jadeja : 111883086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now