" અમે "
( ગઝલ )
એકબીજા રોજ મળવાના અમે.
એક થઇને રોજ ભળવાના અમે.
પ્રેમમાં આગળ ઘણાં જો નીકળ્યા;
કે હવે પાછા ન વળવાના અમે.
ક્યાંય પણ જોશો નજર પડતાં જશું;
આંખથી ક્યારે ન ટળવાના અમે.
જોઇને લોકો ઘણી વાતો કરે;
શું વિચારો? વાત કળવાના અમે.
કે ભલે વાતો સરસ કરતાં રહો;
ના જરા પણ ક્યાંય બળવાના અમે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા