અંધારાની ઓસરીયું આડી નડે તો ...!!!
તું એને અંતર ના ઓરડે જીક ,
કોરપ ના રંડાપા મેલી ને માળિયે...
હવે આથમણે ઉગમણા લિપ....
આંકડા ના અધૂરાં ઓરતા રહે એમ ,
જો મોતી હોય તો તો હોય એને છીપ ,
મરજાદા મેલી ને મોકા ની તાળીએ ..
હવે કમાડ કાજળ ના કરી ને ટીપ ...
લોકો ના અબોલડા ઓછા પડે તો ,
સથવારો આતમ નો પી લે ઘડીક ,
અંતે તો વરતારો ભોળા ના ધામ માં ;
અજવાળા શ્વાસો ની સમીપ...
અંધારાની ઓસરિયુ આડી નડે તો ...
કૃતિ
રાજકોટ