" વરસાદમાં "
( ગઝલ )
આપની ગમતી અદા વરસાદમાં.
જોઇને આવે મજા વરસાદમાં.
કોઇ મુશ્કેલી ન આવે આપને;
કે ન આવે આપદા વરસાદમાં.
દોસ્ત બોલ્યો જોઇને રસ્તા ઉપર;
જો મજા લે છે બધા વરસાદમાં.
મેં કર્યો મેસેજ દોડી આવજે;
આવજે છોડી લજા વરસાદમાં.
બોલ પલળીને ઉભો રહ્યો સતત;
ભોગવી છે મેં સજા વરસાદમાં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા