" મને સાથ "
( ગઝલ )
ટપાલી હજી કેમ આવ્યો ના.
ખુશીના ખબર કેમ લવ્યો ના.
લડાવે તમે લાડ ગમશે પણ;
મને લાડવો રોજ ભાવ્યો ના.
સમય બહુ હતો એમની પાસે;
ભલા પ્રેમનો છોડ વાવ્યો ના.
હતો બહુ સરસ તાલ લય સાચે;
હૃદયથી તમે રાગ કાઢ્યો ના.
જવાનો હતો મોત પાસે હું;
તમે તો મને સાથ આપ્યો ના.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૩ + ગા