અભાવમાં જીવવું અઘરું છે,
પ્રભાવમાં જીવવું અઘરું છે,
ક્યારેક પોતાના સ્વભાવમાં,
જીવવું અઘરું છે.

જે સપના માટે જનમ્યા હોય,
તે સપના માટેજ કયારેક,
જીવવું અઘરું છે,

જાત સંકોચીને જીવ્યા હોય,
જો કાયમ તો કયારેક મન,
મૂકીને જીવવું અઘરું છે.

પ્રેમ,લાગણી, સંવેદનાના,
એ શૂન્યવકાશમાં જીવવું,
પણ અઘરું છે.

લખવા બેઠા હો કવિતા,
ને શબ્દોના એક આભાસમાં,
જીવવું અઘરું છે.

ઇચ્છાઓનું એક આકાશ પડ્યું,
હોય ને જાત સાથે સમાધાનમાં,
જીવવું અઘરું છે.



"પ્રાપ્તિ"
14/6/23.

Gujarati Poem by Parikh Prapti Amrish : 111880864
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now