આજે સ્વરાને મળવાનો મોકો મળિયો ' સ્વરા ' એટલે ' જેમુ ' કે જે એનું હુલામણું નામ હતું. મારા મોટાબાપાના છોકરાની દીકરી એટલે જેમુ આમ તો મને જેમુ ક્યારેય બોલાવતી નથી અને હું પણ વાડીયે થોડો ઓછો જાવ છું એટલે જેવી હોવી જોઈએ તેટલી ઓળખાણ એની પાછે નોતી , આજે આમ પણ ક્યાય જવાનો મોકો ના મળ્યો અને વાવાજોડાના કારણે ક્યાય જવું પણ મને હિતાવત લાગ્યું નઈ, એટલે મેં મારી વાડીનો રસ્તો પકડ્યો. થોડા સમય થી વાડીયે આવવાનું સમયના અભાવે બનતું નોતું , એટલે આમ તો મારા મનમાં હતું જ કે એક આંટો વાડીયે મારી લવ. એટલે બપોર પછી હું વાડીયે પહોંચી ગયો. પણ મારા મન મા એવુ નોતું કે આજે મારી દોસ્તી ' જેમુ ' (સ્વરા ) સાથે થઈ જાશે. આમ પણ મને નાના છોકરા ગમે ખરા પણ તેને રમાડવાનું કે વ્હાલ કરવાનું થોડું ઓછું ગમે અને ભાગ્યેજ કોઈનું કે પછી ઘરનું છોકરું મેં મારા ખોળા મા લીધું હશે.
મારું આગમન વાડીમાં થયું એટલે બગીચામાં એક લટાર મારી હું પાછો થારામા આવીયો ત્યાં મેળીના ઉપરના બાલકીની પર મેં ' સ્વરા ' ને જોઈ મને પણ કંઈક કામ અર્થે ઉપરના ઘરે જવાનું થયું, ત્યાં જઈ એક ઓશરી બે રૂમમાંથી એક રૂમમા ખાટલા ઉપર હું બેઠો, અને સ્વરા ઓશરીમા રમતી હતી. મને એવુ થયું કે હું સ્વરાને મારી પાછે બોલાવું એટલે મેં તીખા સ્વરમાં કહ્યું અહીં આવ તો બેટા, એટલે એ ઝાંઝરી ના ખન ખન અવાજે મારી પાછે આવી ગઈ. મને છેલ્લે સુધી એવુ હતું કે તે મારી પાછે નહિ આવે, અને મારી સામે તો જોશે જ નઈ પણ એ તરત મારી પાછે આવી ને બોલી શું કામ છે? તેણે એટલું બોલતાની સાથે જ મારા અંદરની જે બાળકો પ્રેત્યેની લાગણી હતી તે છલી ઉઠી પણ મેં તરત તેના ઉપર તે લાગણી ના ઠાલવી અને એના સામે તરત મેં એક બીજો પ્રશ્ન ધરી દીધો કે તને શું ખાવુ છે? આમ તો તેના ઉપર પ્રેમ આવ્યો એટલે એ પ્રશ્ન મેં એને નોતો કર્યો પણ આ પ્રશ્ન મારો ગમતો છે, બધા પ્રશ્નમાનો આ એક પ્રશ્ન સહેલાઇથી મારા મુખથી નીકળતો પ્રશ્ન છે જે મને ગમતા લોકો માટે તરત મારી મુખમુદ્રામાંથી નીકળતો પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન ' સ્વરા 'ને કહેવાનો બનતો જ હતો. પણ આના જવાબમાં તેણે ના પાડી અને તેની કાલી ઘેલી ભાષામા કહ્યું અત્યારે તો મારું પેટ ભરાઈ ગયું છે એટલે અત્યારે તો મને કંઈ ખાવુ નથી પણ કાલે લેતા આવજો. અને મેં બીજો પ્રશ્ન કર્યો ' તો કાલે શું લેતો આવું?' એણે તરત જવાબ દીધો આઈસક્રીમ અને ગુલ્ફી અને બીજું બબલા. પછી બીજું તો કંઈ નઈ ને બેટા? મેં પુછ્યું. નઈ બીજું તો મને કંઈ નઈ ભાવતું.
પછી તો એક પછી એક વાતોનો ખજાનો હતો એની પાછેથી હું સાંભણતો ગયો અને એ બોલતી ગઈ પણ અત્યાર સુધીની એ બીજી દીકરી હતી કે એની જોડે મને વાતો કરવા ની મોજ પડી ગઈ. અને ધીરે ધીરે મારા ચહેરા પર રોનક આવતી ગઈ.
સોનુ ધોળીયા.