" વંચિત "
તારા ખ્યાલ અને તારા ખ્વાબથી રહ્યો વંચિત;
પૂંછેલા હર સવાલના જવાબથી રહ્યો વંચિત;
જોતો રહ્યો ફક્ત તારા નયનોના મયખાનાને,
જામ છલકાઈ ગયા ને શરાબથી રહ્યો વંચિત;
ચોતરફ ફેલાઈ જ રહ્યો હતો ઉજાસ દિવસભર,
એક પાંદડાં થકી જ આફતાબથી રહ્યો વંચિત;
પોસતો રહ્યો તમસને પણ સમજીને હું ભાગ્ય!
તો, પૂનમની મધરાતેય મહતાબથી રહ્યો વંચિત;
કલ્પનાઓ હતી ઘણી " વ્યોમ " તારા વિશે હૃદયમાં,
કરી શરૂઆત ગઝલની તો અલ્ફાઝથી રહ્યો વંચિત;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર