" ઘા બોલતો "
( ગઝલ )
કુહાડી નથી બોલતી, ઘા બોલતો.
મને જોઇને સૌ કહે, આ બોલતો.
બધા બાગથી આ અલગ પડતો ઘણો;
જુઓ બાંકડે બેસતાં, ભા બોલતો.
બધી વાતમાં શક કરે છે આજ પણ;
ભરોશો ન રાખે, કસમ ખા બોલતો.
હજી જીવતો છે ધરમરાજા જુઓ;
સદા ચૂપ હા ના કશું, ના બોલતો.
ન હારી જતો આજ અંતાક્ષરીમાં;
ભલા કોઇપણ, ગીત તો ગા બોલતો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૩ + ગા લ ગા