પ્રેમ તો ચિરકાળ જીવે છે,
પણ કદી કાળઝાળ જીવે છે.
તૂટી હિંમત છતાંય છે રાહત,
કે હજુ કાટમાળ જીવે છે .
વય થતાં આ જવાબદારીઓ ,
થાકી ને રીઢિયાળ જીવે છે.
પાનખર ના વીત્યા નો રંજ નથી,
વૃક્ષ જીવે છે ડાળ જીવે છે.
મોત પાછળ બધું નહી મરતું,
માથે લાગેલ આળ જીવે છે .
__________✌️🤞