" એક ચાદર "
( ગઝલ )
તમે છો કોણ ને કેવા ચહેરો એ બતાવે છે.
બધાનો ભાવ છે કેવો બધાને એ જણાવે છે.
કર્યો કોણે મને કેવો પ્રણયની નોંધ રાખે છે;
ઘટી જાશે બધાનો પ્રેમ એ રીતે ગણાવે છે.
ભણેલાને ભણાવી જાય માને વાત લોકો તો;
બધા મૂરત સરસ હોતા નથી જ્યોતિષ ભણાવે છે.
બધી રીતે ગમે આસાન એવી રીત રાખે છે;
હકીકતના મહેલો ખ્વાબમાં એતો ચણાવે છે.
કબર પર ઓઢવી છે કાયમી Bન્દાસ જાણી લો;
પહેલેથી જ બોલો એક એ ચાદર વણાવે છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : હઝજ = લ ગા ગા ગા × ૦૪