આંસુઓથી આંખો ભીંજવી એ દીકરી આજ સાસારે ચાલી...
મમતા કેરી માતા નો પડછાયો સમી એ દીકરી આજ સાસરે ચાલી..
પિતાની આંગળી પકડી દુનિયા જોઈ આજે એ દિકરી સાસરે ચાલી..
હૈયામાં હરખ ને પ્રિયતમ નો પ્રેમ પામવા આજે એક દીકરી સાસરે ચાલી..
ઘર ને આજે પાછુ મકાન બનાવી ગઈ આજે એ દીકરી સાસરે ચાલી..
નાનપણ જ્યાં વિતાવ્યું એણે એના પગલાની છાપ છોડી આજે એ દીકરી સાસરે ચાલી..
માતા ને પિતાના વહાલથી જે આંખોમાં દુનિયા જોઈ એ આજ સૌને છોડી સાસરે ચાલી.