Gujarati Quote in Blog by RajniKant H.Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઘણા રિવાજો લુપ્ત થઈ ગયા છે....પણ....*
🤣👇🤣
જતી વખતે મહેમાન પૈસા આપે ત્યારે ના પાડવાનો રિવાજ હજીય જીવીત છે...!!
🙄😉😁
ઘણા ઘરમાં પતિના વિચારોને એટલી જ જગ્યા મળે છે,
જેટલી અથાણાંને થાળીમાં......
😀😀😀
રાત્રે કીચનમાં ખાવાનું કાંઈ ના મળે એટલે પુરુષો ખાંડ નો ફાકડો મારીને સુઈ જાય છે...!!!
🤪😁😀
પત્ની ખુશ તો પતિ ખુશ,
પણ
પતિ ખુશ તો પત્ની વિચારમાં પડી જાય...
આ કાં ખુશ...?
🙄😉😀
ગળામાં જાડો સોનાનો ચેઇન જોઈને દરજીએ જણને પૂછ્યુ..... શર્ટના ઉપરના બે બટન રાખવા છે કે ચાલશે ???
🤪😉😂
જીવનમાં કાયમ હસતા રહો..
કોઈને ખબર જ ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે...!!!
😉🙄😁
કહે છે કે એક નેતા મરણ પામ્યા. ખૂબ લાકડાં નાખ્યાં. સુખડ અને ચંદન પણ નાખ્યાં તોયે કેમે કરી બળે નહીં.
આખરે ખુરશી નાખી, અને નેતાની ચિતા સળગવા લાગી....!
😀😀😀
શ્રીમંતમાં શ્રીમંત માણસને પણ માથામાં તેલને બદલે ઘી નાખવાનો કોઈ અધિકાર નથી...!
😀😂😀
દરેક કાળા ગુલાબજાંબુ ઈચ્છે છે કે એનાં લગ્ન રસગુલ્લા સાથે થાય...!!!
😀😂
એ મને પસંદ પડવાની તૈયારી જ હતી ત્યાં... એણે પર્સમાંથી બિસ્કીટ કાઢીને એમાંથી ક્રિમ ચાટવાનું શરૂં કરી દીધું..!!
🤣🤣
બીજાની પોસ્ટમાં ઘોંચપરોણાં કરનાર હોશિયારીનાં પડીકાંને ઈ-પાપી કહેવાય છે...!
😀😀😀
પૈસાદાર બનવુ છે તો મહેનત કરો
અને
પૈસાદાર દેખાવુ છે તો...
👉 બરમુડો-ટી શર્ટ અને સ્લીપર પહેરી હાથમાં મિનરલ વોટરની બોટલ રાખો...!!!
😂😂 🤓🥸😎😍😇

Gujarati Blog by RajniKant H.Joshi : 111877787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now