Gujarati Quote in Poem by pravin Rajput Kanhai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી હશે એ સડક? દેખી તો આવું,
શું લડવી પડશે ત્યાં લડત? દેખી તો આવું,
નથી જવું તે માર્ગે જ્યાં ભીડ વધુ છે,
આજ એકલવિહારી બનતા હું શીખી તો આવું.
દુઃખ-પીડાના વાદળો જ્યારે આકાશ બાંધશે,
તેના ઝરમરિયા વરસાદમાં હું ભીંજી તો આવું.
મંજિલ મળશે કે નહિ તેની ચિંતા બધી જ છોડી,
સફરની મજા હું માણી તો આવું.
હાર-જીત તો રહેશે જ 'કન્હઈ' જીવનમાં
જીવનની આ રમત હું જીવી તો આવું.

- પ્રવિણ રાજપુત ' કન્હઈ '

Gujarati Poem by pravin Rajput Kanhai : 111877173
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now