ભાઈ છે તો સઘળું સુખ જીવનમાં,
ભાઈ વિના કઈક ઉણપ છે સંબંધમાં.
ભાઈ સાથે લડવાની પણ છે અલગ મજા,
ભાઈ વિના દુઃખ આવે ત્યારે જીવન લાગે સજા.
ભાઈ સાથે થાય દોસ્ત સમાન બધી વાતો,
ભાઈ વિના કોઈ ન સમજે અમુક વાતો.
ભાઈ કરે હમેશાં સુરક્ષા અને લડાવે લાડ,
ભાઈ વિના કોણ કરાવે મુશ્કેલીઓ પાર.