" કાચબો "
( ગઝલ )
જોઇ મંજિલ અને દોડતો કાચબો.
જે ગમે ચીજ ના છોડતો કાચબો.
કોઇની લાગણી જો દુભાતી કદી;
પ્રેમથી હાથ બે જોડતો કાચબો.
કે દયા કોઇની ના જરા ખાય એ;
એમ કરતાં ભલા રોકતો કાચબો.
કે ઉણો હું નથી કોઇનાથી ભલા;
ત્રાજવે જાતને તોલતો કાચબો.
વાત એ ના વિચારો કયો કાચબો;
ખાસ Bન્દાસને બોલતો કાચબો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪