" જ્યાં નથી તું "
( ગઝલ )
જ્યાં નથી તું મને જિંદગી લાગતી ના.
રાત પણ ચાંદની વગર ભાવતી ના.
સાથમાં લાગણી બહુ ભરી લાવજે કે;
એકલી એકલી તું હવે આવતી ના.
કોઇ વિશ્વાસમાં લઇ અને વાત કરશે;
પ્રેમમાં ક્યાંય શંકા જરા રાખતી ના.
આવતા રોજ સાંજે મને મોડું થાશે;
આંખ થઇ છે ઘણી લાલ તું જાગતી ના.
જોઇને એકલો સાથ આ રાત આપે;
રાત તારા વગરની કદી જામતી ના.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્દારિક = ગા લ ગા × ૦૪ + ગ