*ક્ષત્રિય*

હવે તો જાગી જાઓ ઓ જાગીરદાર,
હવે તો આપણે પણ થયા પગારદાર.

એક સમયે રહેતી ભેઠે બે બે તલવાર,
હવે ખિસ્સામાં પેન રહે છે ખાલી બે ચાર.

રજવાડા વખતે પાસે હતી સમૃદ્ધિ અપાર,
એજ જમીનદાર બન્યો સરકાર નો કરજદાર.

ધન્ય આપણે જેમાં ઈશ્વર ધરે અવતાર,
ક્ષત્રિય કુળના હોય હંમેશા ઉચ્ચ સંસ્કાર.

ભાઈ ભાઈ ભેગાં રહે કરો એવા શુધ્ધ વિચાર,
કહે નર આપણે એક વંશજ તો મુકો તકરાર.

ના નાનો ના મોટો ઘણો તમે ગિરાસદાર,
સંકટ સમયે બની જસે એજ સુરક્ષા દિવાર.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
હાલ મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111876604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now