" થઇ મ્હેર છે "
( ગઝલ )
આંસુને આંખથી પણ હવે વેર છે.
એટલે લાગતી જિંદગી ઝેર છે.
વાત મેં સાંભળી છે બધાના મુખે;
ક્યાંય અંધેર છે ના બધે દેર છે.
ચાહતી જિંદગી ના મને ક્યાંયથી;
પ્રેમ નહિવત છતાં લાગણી ઢેર છે.
એકલી લાગતી ના કદી જિંદગી;
હોય જો પાસ મા તો સવા શેર છે.
સાથ Bન્દાસને આ સમય આપતો;
એટલે થઇ ખુદાની જુઓ મ્હેર છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ મુતદારિક = ગા લ ગા × ૦૪