ગઝલ
એનો કયા ગામ લોકોને વાંધો હોય છે?
જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય..
જીવવાના માટે જે જે દવાઓ હું ખાવ છું,
મરવાના માટે એ જ દવાઓ હોય છે..
જ્યાં પહોંચવું સરળ છે, નીકળવું સરળ નથી
દિલમાં અમુક એવા પ્રદેશો હોય છે..
કૂતરાની પૂંછડી હોય ભલે વાંકી પણ કદીક,
માલિક એનાથી પણ વધુ વાંકો હોય છે,
પડવાના વાંકે ઉભી રહેલી દીવાલને,
કુંપળ અને તિરાડ નો ટેકો પણ હોય છે..
મંગળ ઉપર જઈને કરી આવે ખોદકામ,
એ માનવી ઘરોમાં બિચારો પણ હોય છે..
પૃથ્વીને પીડનાર ની યાદીમાં જોયું તો
ડાહ્યો પણ હોય છે ગાંડો પણ હોય છે....