" ગાલિબ સમો "
( ગઝલ )
ગઝલનો વિષય એ બરાબર નથી.
નદી ક્યાં જશે ક્યાંય સાગર નથી.
ઘણાં યાદ આવે છતાં પણ જુઓ;
કે ગાલિબ સમો કોઇ શાયર નથી.
મળી લઉં સદા જાતને આયને;
આ અંતરથી ના કોઇ અંતર નથી.
જુઓ જ્યાં મળે ઝેર ઘરમાં બધે;
ભલા આદમી કોઇ શંકર નથી.
કરે વાત કાનો મને જોઇને;
હવે ક્યાંય નરસિંહ નાગર નથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ:મુતકારીબ લગાગા×૦૩+લગા