" માણસ "
( ગઝલ )
મિલના ભુંગળે ભાગતો માણસ.
એ નિયમ રોજના પાળતો માણસ.
કામ કરતો બધા જોરવાળા છતાં;
ના કદી કામથી થાકતો માણસ.
ઝુંટતો લાડુ ના કોઇના હાથથી;
જીવ તો ના કદી બાળતો માણસ.
રાખતો ધ્યાન કે આબરૂ જાય ના;
લાજ ઘરની સદા રાખતો માણસ.
લાગણી એમ Bન્દાસ રાખે ઘણી;
કે ખુશીને તો પંપાળતો માણસ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્દારિક = ગા લ ગા × ૦૪