ભાગ્યશાળી માનું છું કે હું તારી કુખે અવતર્યો.
માં તુ વ્હાલનો દરિયો...
નવ - નવ મહિના ઉદરમાં રાખી,
જતન જીવથી વધારે કીધું..
રડવાનો મારો સુર સાંભરી,
પ્રસવનું દુઃખ ભુલાવી દીધું...
તડકો - છાયો ભૂલી જઈને ઉછેર મારો કર્યો.
માં તુ વ્હાલનો દરિયો.
ખેતર - પાદર કડીયાકામની,
કાળી મજૂરી કીધી.
તકલીફ પડે ના મુજને લગીરે,
બસ એની ચિંતા કીધી.
તારા પરસેવાના પાણીથી મુજને તે સંચર્યો.
માં તુ વ્હાલનો દરિયો..
શું કરું તો ચૂકવી શકું,
ઋણ તારું આ જનમમાં?
માગું છું બસ એટલું કે,
હર જનમમાં મળે તારો ખોળો.
અડસઠ તીરથ મળી ગયા મને જ્યાં ચરણસ્પર્શ તારો કર્યો.
માં તુ વ્હાલનો દરિયો....
મારી વ્હાલી " લક્ષ્મી માં" ને વિશ્વ માતૃ દિવસ નિમિત્તે અર્પણ...
દેવેન્દ્ર ભીમડા "અભિદેવ"