મારા હરિ હરપળ મારું ધ્યાન રાખે.
કરું અરજી કદી તો મારું માન રાખે.
ઝંખના ઊભયની એકમેકને પામવા,
એથી જ પરસ્પર એવું નિશાન રાખે.
ન ચૂકે અવસર કદી સાદ સાંભળીને,
પૂર્ણ કરે પરમેશ ભક્તની શાન રાખે.
ફૂલે ગજગજ છાતી વાત આવતાં,
થાકે ન વખાણતાં એવી જુબાન રાખે.
શું કહું વાત એની સર્વસ્વ છે મારે તો,
પ્રાર્થના સાંભળવાને સરવા કાન રાખે.
આપી અઢળકને થોડું દીધાનું એ કહે,
મને એનામાં સર્વદા એ મસ્તાન રાખે.
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.