જોઇ તને બાગમાં ફુલ પણ શરમાઈ ગયું,
સાંજ થતાં કરમાઈને કાંટામાં લપાઈ ગયું....

વિજલડી ચમકી એક ક્ષણ તો એવું લાગ્યું,
અંજવાળું ડરીને કેવુ ગગનમાં સંતાઈ ગયું ....

વરસાદી ટીપાએ ઝાકળને પુછી જ લીધું,
ધરતીમાં સમાવછુ હું તું કેમ હવા થઈ ગયું ?

મળતા જ નયનો જોને મને શું થઈ ગયું,
વરસી પડી આંખો એવી ને હૈયું ખીલી ગયું...

સ્નેહને મળી પાંખો એ આભને આંબી ગયું,
ભમરાની ચાહને સુમન રસ એનો આપી ગયું...

-DOLI MODI..URJA

Gujarati Poem by DOLI MODI..URJA : 111874238
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now