એક પછી એક કદમ ઉપાડી કેટલી દૂર નીકળી ગઈ,
સફર શરૂ કરતી કીનારાની શોધમાં નીકળી ગઈ....
વહેતી રહી મદ મસ્ત બની મથંમ મથંમ સૂર સાજે,
ચુભતા શુળને પ્રેમથી એ ગળે મળતી મળતી ગઈ....
વન વગડા વીધંતી, ડુંગર કૂદતી રાહ ચલતી થઈ,
ઝીલતી રહી ધરા ખોળે એ પ્રેમ વીસરતી નહીં.....
કીનારાની ખોજમાં એ જો ખુદને જ ભૂલી ગઈ,
હા ! ખુદને ભૂલી ગઈ.....
સાથે લઈ ને ચાલતી ધારા એ નયને સ્તબ્ધ થઈ,
જોઈ બંન્ને કીનારા સાથે શરમે નજરું ઢળી ગઈ....
હા! જોઈ બંન્ને કીનારા સાથે,
ચાહ હતી શું ? નીકળીતી જવા ક્યાં ?
કીનારા સાથે સરીતા જો નીકળી કીનારાની શોધમાં,
હા ! સરીતા નીકળી કીનારાની શોધમાં......
-DOLI MODI..URJA