સર્જન કર્યું સ્રુષ્ટીનુ મેં સોંપી તારા હાથમાં,
હાલ બેહાલ થયા જગના ગયું જીવતર રાખમાં,
સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા,
નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં......
અફાટ કુદરત આપી ખોળે, એ તો જાય બધી એળે,
વન વગડા, સમંદરને આભે, તારી તું મરજી ખોળે,
સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા,
નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં.....
ભૂલી જાવ છું તને જોઈને, પૂછું એનો જવાબ દઈ દે,
માલીક તું છે મારો કે હું તારો એ આજ બસ તું કહી દે,
સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા,
નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં.....
મૃત્યુને તું માત આપે, જન્મ લીધો તારા હાથમાં,
ચાંદ સૂરજને ચકમા આપે, હિમાલય રાખે બાનમાં,
સમજાય તો સારું હવે કેટલું સમજાવું શાનમા,
નથી રહેવાતું ! માનવી તુ સમજીશ કઈ જબાનમાં......
થાકયો હું સમજાવી ! ભૂલો તારી મેં ઘણી માફ કરી,
બાળતુ મારો છે ને રહેશે, ભોલેનાથે કબૂલાત કરી,
સમજીજા હવે બાળ તું પ્રભુ ભક્તિ મનમાં ધરી,
નથી રહેવાતું કહ્યા વગર એમાં સૌની ભલાઈ ખરી......
-DOLI MODI..URJA