એક અરજી મારી હરિવર નથી કરતો લાચારી.
હોય મરજી તમારી હરિવર દેજો બાજી સુધારી.
માયા હરિજી બહુ સતાવે ધરીને રૂપ એ જૂજવાં,
ચાંપી રહી પ્રભુજી એ તો સદગુણોમાં ચિનગારી.
જનમ્યો ત્યારે હતો માણસ પણ માયાગ્રસ્ત હવે,
સૌ પીડિત છે દયાનિધિ ભૂતલે વસતાં નરને નારી.
ભટકી ગયા છે પથથી પરમેશ ના કોઈ માર્ગ સૂઝે,
કરુણાનિધિ કરી કરુણા હવે ગ્રહોને બાંય અમારી.
ભૂલ, ગુના, અપરાધોની વાતે નથી હું લેશ અધિકારી,
માફ કરોને મુકુંદમાધવ ક્ષમાયાચનાની વેદના છે ભારી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.