શબ્દોનો હોય નિત સથવારો પછી બીજું શું જોઈએ ?
અર્થોથી હોય હરદમ પનારો પછી બીજું શું જોઈએ ?
ઉર પણ બની પ્રફુલ્લિત સાથ સર્જનમાં આપનારુંને,
કવિતા શોખ બની જાય મારો પછી બીજું શું જોઈએ ?
નવી એક દુનિયા રચાઈ જતી સાહિત્યના સંગાથમાં,
સર્જન પામે સુજન આવકારો પછી બીજું શું જોઈએ?
નિજાનંદે જ નિત્ય નાવિન્ય સાંપડતું સહજ અનાયાસે,
રોજરોજ સકારાત્મક વિચારો પછી બીજું શું જોઈએ.
સર્જનાન્તે તુષ્ટિકરણ રેખા ચહેરે દ્રષ્ટિગોચર થઈ જતી,
મુખે સંતોષ તણા હો ઉચ્ચારો પછી બીજું શું જોઈએ ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.