સમાજ માં ઘુવડો તો આમ-તેમ જોવા મળે છે
જટાયુ જેવા માણસો જગત માં ક્યાં જડે છે?

હોય જો શાંતિ ની વાતો તો પત્થર પણ મૌન છે
પણ આચરણ કરવા માં ક્યાં કોઈ ભળે છે?

આ લોહીયાળ દુનિયામાં માણસ પ્રપંચોથી યુધ્ધ ખેલાતો રહ્યો
જાણે અશાંતિ અને અજંપા નો પ્રલય એને કેમ ગમે છે?

આ જુઓ શાંતિ રૂપી કબૂતરની કપાઈ ગઈ પાંખો
હવે મુક્ત રીતે ગગન માં ઉડવાનું એને ક્યાં મળે છે?

ખેદ છે, ભીતરની ખળભળાહટ છતાં પણ
માણસ તારો અહમ જ તને ગમે છે.
#અહમ ...

Gujarati Motivational by Mukesh Dhama Gadhavi : 111872603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now