" ન ભૂલી જતી "
( ગઝલ )
ભૂલથી પણ ન ભૂલી જતી ચાહતો તને.
જિંદગી છો બની એમ હું માનતો તને.
એટલે આજ જેવો હતો ના રહ્યો કદી;
જો બની હું ગયો છું હવે ભાવતો તને.
રોજ ધડકન નવી તું બની ગઈ છો એટલે;
આ હૃદય પાસ નજદીક સદા લાવતો તને.
સોંપતો જીવ વિશ્વાસથી હું તને સદા;
કે હથેળીમાં આ દિલ જિગર આપતો તને.
પ્રેમમાં સહેજ ચિંતા ન કરતો કદી હું તો;
બેફિકર રોજ Bન્દાસ હું લાગતો તને.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્દારિક = ગા લ ગા × ૦૪ + લ ગા