Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થાય છે.

કેમ સમજાવું હવે કે મહેરબાની થાય છે.
જીદથી કાયમ અહીંયા માનહાની થાય છે.

લાગણીને મૂલવાતી ત્યાં મથામણ ચાલતી,
વ્હાલના કરતા ગુણાકારો સફળ ક્યાં થાય છે.

ઢાંકણું ઢાંકી પછી રાખી શકો ભીતર બધું,
થાય ભેગું આવશે ઉભરો કશી હાની થાય છે?

નામ જપતાં થાય જીવન પૂર્ણ તો અફસોસ શો?
કોણ હું ને કોણ તું સમજાય ફાની થાય છે.

છે ભરોસો, કેમ દેખાડો નથી કરવો અહીં?
જીવતી ઈચ્છા સમું જીવન કહાની થાય છે.

વાંક કાઢી ફાયદો થાશે ઘણો તો બોલ ત્યાં,
ખાસ વાતો મનમાં રાખી પાછીપાની થાય છે.

ફૂલ સાથે કાંટા ચૂંટી ખૂબ ચુંભન પણ સહી,
ફૂલ જેવી જાત આજે ફૂલદાની થાય છે. ©

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111872185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now