*પુસ્તક.*
જન્મથી જનાઝા સુધી સાથ નિભાવે છે પુસ્તક.
હોય ભલે નાનું તોયે સત્ય બહાર લાવે છે પુસ્તક.
વિચારબીજ રોપાય છે વાચકના માનસપટલમાં,
આચરણની પૂર્વભૂમિકા કેટલી બંધાવે છે પુસ્તક.
" વિચાર એવો આચાર" ન્યાય જગતમાં પ્રવર્તતો,
વાચન દેખીને વ્યક્તિનો પરિચય અપાવે છે પુસ્તક.
કદી ન સાથ છોડનાર સારાં પુસ્તકો હમસફર બનતાં,
ક્યારેક સદગુરુ જેવી ઊંચી ભૂમિકા ભજવે છે પુસ્તક.
શરીરમાં મસ્તક સમું સ્થાન એનું વિચાર વિનિયોગનું,
રાહ ભટકેલાને સદગ્રંથો સાચો રાહ બતાવે છે પુસ્તક.
- *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.*