" સાંભળી લે "
( ગઝલ )
બહુ ટણી ના કરે જિંદગી સાંભળી લે.
મોતની પણ મને છે ખુશી સાંભળો લે.
જીભ પર કોઈ શબ્દો નથી આવવાના;
રોજની ઓ ખુદા બંદગી સાંભળી લે.
બાપને બોલવા દે ન આ દીકરો તો;
જીવતો છું ભલા ત્યાં લગી સાંભળી લે.
કે જલ્લાદે ન પરવા કરી કોઈ વાતે;
વાત તો બહુ ખુશીની હતી સાંભળી લે.
બોલ Bન્દાસ ડરતો ન મારવા જતાં તો;
કે મથામણ હતી મોતની સાંભળી લે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્દારિક : ગા લ ગા × ૦૪ + ગા