Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" જણાવી નથી શકતો "
( ગઝલ )

ઘણો પ્રેમ છે પણ જણાવી નથી શકતો.
ઘણી છે ઉપાધી ગણાવી નથી શકતો.

જશે આભથી પણ ઉપર એટલા માટે;
પ્રણયની ઇમારત ચણાવી નથી શકતો.

ચહેરા ઘણાંએ નજર આવશે એથી;
જખમ આ હૃદયના ખણાવી નથી શકતો.

અધૂરો રહે છે વિષય પ્રેમનો રોજે;
બધા પાઠ હું તો ભણાવી નથી શકતો.

કે Bન્દાસ ચોરસ બનાવે ન ઘરવાળી;
કદી રોટલી તો વણાવી નથી શકતો.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુત્કારીબ લ ગા ગા × ૦૪ + ગા

Gujarati Poem by Rakesh Solanki : 111871779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now